આમ આદમી પાર્ટીના સત્યેન્દ્ર જૈનને મળી રાહત,રાઉઝ એવન્યુ કોર્ટે આપ્યા શરતી જામીન

દેશની બહાર જવા પર રોક લગાવી દેવામાં આવી છે. જૈનની ઈડીએ 30 મે, 2022ના રોજ કથિત રીતે જોડાયેલી ચાર કંપનીઓ દ્વારા મની લોન્ડ્રિંગના આરોપમાં ધરપકડ કરી હતી

New Update
Satyendra Jain Bail Granted

દિલ્હી રાઉઝ એવન્યૂ કોર્ટે મની લોન્ડ્રિંગ મામલે પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની જામીન અરજી પર ફેંસલો સંભળાવતા 50 હજારના બોન્ડ પર શરતી જામીન આપ્યા હતા.ઉપરાંત તેના પર દેશની બહાર જવા પર રોક લગાવી દેવામાં આવી છે. જૈનની ઈડીએ 30 મે, 2022ના રોજ કથિત રીતે જોડાયેલી ચાર કંપનીઓ દ્વારા મની લોન્ડ્રિંગના આરોપમાં ધરપકડ કરી હતી.

સુનાવણી દરમિયાન સ્પેશિયલ જજ રાકેશ સ્યાલે આરોપીઓ અને ઈડી તરફથી દલિલો સાંભળ્યા બાદ આદેશ સુરક્ષિત રાખ્યો હતો. જૈનના વકીલે અદાલતમાં કહ્યું કેતેમને કસ્ટડીમાં રાખવાથી કોઈ ઉદ્દેશ પૂરો નહીં થાય.ઈડીએ અરજીનો વિરોધ કરતા કહ્યું કે જો જૈનને મુક્ત કરવામાં આવશે તો સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે.

જૈન પર 2009-10 અને 2010-11માં નકલી કંપનીઓ બનાવવાનો આરોપ છે. આ કંપનીઓમાં અકિંચન ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડઈન્ડો મેટલ ઇમ્પેક્સ પ્રાઇવેટ લિમિટેડપ્રયાસ ઇન્ફો સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડમંગલાયતન પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.

Latest Stories