AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, નેત્રંગમાં ગજવશે જનસભા

New Update
AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, નેત્રંગમાં ગજવશે જનસભા

ગુજરાત વિધાનસભા ચૂંટણીના 14 મહિના બાદ AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. હાલમાં ગુજરાતમાં આપ ધીમેધીમે પોતાનો જનાધાર ખોઈ રહી છે. વિધાનસભાની ચૂંટણી બાદ લોકસભા આવતાંની સાથે કેજરીવાલ ફરી સક્રીય થયા છે.

કેજરીવાલ લોકસભા ચૂંટણીની તૈયારીઓને ઝડપી બનાવવા ગુજરાતના સ્થાનિક નેતાઓ સાથે રણનીતિ બનાવશે અને 2024ની તૈયારીઓનું રણશિંગુ ફૂંકશે. કેજરીવાલની સાથે પંજાબના સીએમ ભગવંત માન પણ હાજર રહેશે. આપ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ભરૂચની લોકસભા સીટ પર પોતાનો ઉમેદવાર ઉતારવા માગે છે. લગભગ આ મામલો ફાયનલ થઈ જશે. ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ અને ભગવંત માન નેત્રંગમાં ગજવશે જનસભા. ઉપરાંત સાંજે લોકસભાની ચૂંટણીને લઈ પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરશે.

- રવિવારે કેજરીવાલનુંબપોરે વડોદરા એરપોર્ટ પર આગમન.

- 1-00 વાગે નેત્રંગમાં સભાસ્થળ પર પહોંચશે, જ્યાં સંબોધન કરશે.

- 7-૦૦ વાગે પ્રદેશ આગેવાનો સાથે લોકસભા ચૂંટણીની સમિક્ષા બેઠક યોજશે.

- આ પછી કેજરીવાલનું રાત્રિ રોકાણ વડોદરામાં થશે.

- 8મી જાન્યુઆરી, સોમવારનો કાર્યક્રમ.

- સવારે 11 વાગે રાજપીપળા જેલ પર ચૈતર વસાવાની મુલાકાત લેશે.

- મુલાકાત બાદ દિલ્લી જવા રવાના થશે.