AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાઘવ ચઢ્ઢા વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ આવે ત્યાં સુધી રાજ્યસભામાંથી સસ્પેન્ડ રહેશે. દિલ્હી સેવા બિલને લઈને પાંચ સાંસદોની નકલી સહીઓના મામલામાં AAP સાંસદ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. રાઘવ ચઢ્ઢા પર આરોપ છે કે તેમણે તેમની મંજૂરી વિના સાંસદોની બનેલી સમિતિની રચનાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે નિયમોનું ઉલ્લંઘન છે. હવે વિશેષાધિકાર સમિતિ આ મામલે તપાસ કરશે. રાઘવ ચઢ્ઢા વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી રાજ્યસભામાંથી સસ્પેન્ડ રહેશે.
રાઘવ ચઢ્ઢાએ તેમના પર લાગેલા આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે તેમની વિરુદ્ધ ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપને પડકાર આપતા રાઘવ ચઢ્ઢાએ માંગ કરી હતી કે તેમની કથિત નકલી સહીવાળા દસ્તાવેજો જાહેર કરવામાં આવે. AAP સાંસદે આરોપ લગાવ્યો કે ભાજપ તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે.