/connect-gujarat/media/media_files/2025/03/02/SvnzGeuTkP5pFKRuUfAu.jpg)
મુંબઈની વિશેષ ACB કોર્ટે શનિવારે કથિત શેરબજાર છેતરપિંડી અને નિયમનકારી ઉલ્લંઘનના કેસમાં સેબીના પૂર્વ ચેરમેન માધવી પુરી બુચ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને SEBIનાટોચના અધિકારીઓ સામે FIR નોંધવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત કોર્ટે 30 દિવસમાં કેસ સાથે સંબંધિત સ્ટેટસ રિપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ આપ્યો છે.
વિશેષ એસીબી કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, ‘દસ્તાવેજો પરની સામગ્રી અને સમીક્ષા કર્યા બાદ કોર્ટને લાગ્યું છે કે, ‘આરોપોમાં કોગ્નિઝેબલ ગુનાનો ખુલાસો થયો છે, તેથી તપાસની જરૂર છે. નિયમનકારી ભૂલો અને મિલીભગત પ્રથમદર્શી પુરાવા છે,જેની નિષ્પક્ષ તપાસ કરવાની જરૂર છે.
કાયદાના અમલીકરણ અને સેબીની નિષ્ક્રિયતાના કારણે કલમ 153(3) CRPCહેઠળ ન્યાયિક હસ્તક્ષેપની જરૂર છે. કોર્ટે ટિપ્પણીમાં એસીબી અપરાધિક એમ.એ.સં.603/2024નો પણ ઉલ્લેખ કર્યો છે.
હિન્ડનબર્ગના રિપોર્ટમાં અદાણી જૂથને શેર્સમાં ગેરરીતિ થઈ હોવાના આરોપમાં સેબીના વડા માધવી પુરી બુચ અને તેમના પતિની પણ સંડોવણી હોવાનો આરોપ મૂકાયો હતો. જો કે, માધવી પુરી બુચ સતત આ આરોપોને નકારી રહ્યા છે.
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ પ્રેસ કોન્ફરન્સમાં આક્ષેપ લગાવ્યો હતો કે,માધવી બુચે સેબીમાં તેમના કાર્યકાળ દરમિયાન લિસ્ટેડ સિક્યોરિટીઝમાં 36.9 કરોડ રૂપિયાનું ટ્રેડિંગ કરીને સેબીના મહત્ત્વપૂર્ણ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. ખેરાએ દાવો કર્યો હતો કે,આ ટ્રેડિંગ પ્રવૃત્તિ વર્ષ 2017 થી 2023 ની વચ્ચે થઈ હતી, જેમાં નાણાકીય વર્ષ 2018-19માં કુલ 19.54 કરોડ રૂપિયાના વ્યવહારો થયા હતા.