વિકાસના કાર્યોને વેગ : સંઘ પ્રદેશ દમણમાં આજે PM મોદીનો રોડ-શો, દેવકા બીચ રોડનું કરશે લોકાર્પણ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારના રોજ સાંજે દાદરા નગરહવેલી અને દમણની મુલાકાતે આવી રહ્યા છે,

New Update
વિકાસના કાર્યોને વેગ : સંઘ પ્રદેશ દમણમાં આજે PM મોદીનો રોડ-શો, દેવકા બીચ રોડનું કરશે લોકાર્પણ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારના રોજ સાંજે દાદરા નગરહવેલી અને દમણની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે PM મોદીના હસ્તે સેલવાસના સાયલી ખાતે રૂપિયા 203 કરોડના ખર્ચે 35 એકરમાં તૈયાર કરાયેલ મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સાયલી ખાતે તૈયાર થયેલી નમો મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન છે. હાલમાં એસએસઆર કોલેજમાં ચાલતી આ મેડિકલ કોલેજમાં 682 વિદ્યાર્થીઓ દાદરા નગરહવેલીના, 272 દમણ-દીવના, 35 ગુજરાતના અને 92 વિદ્યાર્થીઓ અન્ય પ્રાંતોના કે, એક્ષ સર્વિસમેન અને કોસ્ટગાર્ડ ક્વોટાના કેટલાક વિદ્યાર્થીઓ છે. કોલેજનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદી કોલેજ સંકુલનું નિરીક્ષણ કરશે. આ સ્ટેટ ઓફ ધ આર્ટ કોલેજ સંકુલને નિહાળી વડાપ્રધાન નજીકમાં સાયલી ખાતે જ જાહેર સભા સંબોધશે, જ્યાં મંચ પરથી જ દમણના રૂ. 1481.44 કરોડના 37 પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન તથા ફાઉન્ડેશન સ્ટોનનું અનાવરણ કરશે. આ ઉદ્ઘાટનમાં 18 પ્રોજેક્ટસ મૂલ્ય રૂ. 481 કરોડ, ફાઉન્ડેશન સ્ટોન 19, પ્રોજેક્ટ્સ મૂલ્ય રૂ. 1000 કરોડ રહ્યું છે. આ સાથે જ દીવના રૂ. 531 કરોડના 6 પ્રોજેક્ટનું ફાઉન્ડેશન સ્ટોનનું અનાવરણ કરવામાં આવશે. દાદરા નગરહવેલીના 27 પ્રોજેક્ટ જેનું મૂલ્ય રૂપિયા 993.70 કરોડ છે, એનું લોકાર્પણ તથા 25 પ્રોજેક્ટ્સ જેનો અંદાજ રૂ. 1798 કરોડ છે, એના ફાઉન્ડેશન સ્ટોનનું પણ અનાવરણ કરવામાં આવશે. ત્યારબાદ હેલિકોપ્ટર મારફત પ્રધાનમંત્રી દમણ જશે. જ્યાં સાંજના સમયે છપલી શેરીથી દેવકા બીચ વચ્ચે રોડ-શો યોજી તક્તીનું અનાવરણ કરશે.

Latest Stories