/connect-gujarat/media/post_banners/27157d23947dce1c75251aaeb8ee0d1e53afcd88e4415b9417256d044df62aa6.webp)
કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાં ગુરુવારે સવારે એક મોટા માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, અહીં એક SUV કાર રોડ કિનારે પાર્ક કરેલા ટેન્કર સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે આ દર્દનાક અકસ્માતમાં કારમાં સવાર 12 લોકોના મોત થયા છે. આ તરફ અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કર્ણાટકના ચિક્કાબલ્લાપુર શહેરના જિલ્લા મુખ્યાલયની સીમમાં આજે વહેલી સવારે એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. પોલીસે જણાવ્યું કે, એસયુવી બાગેપલ્લીથી ચિક્કાબલ્લાપુર જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે રસ્તા પર ઉભેલા ટેન્કરને ટક્કર મારી હતી. જેના પરિણામે ચાર મહિલાઓ સહિત 12 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમણે જણાવ્યું કે, એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. તેની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.