/connect-gujarat/media/media_files/2025/01/20/Ygb1rPyanGkbQp7DTKga.jpg)
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપી સંજય રોયને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ CBIના વકીલે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવી આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી. જેનો આરોપીના વકીલે ભારે વિરોધ કર્યો હતો. તમામ આખરી દલીલો બાદ જજ અન્રિમાન દાસને આ કેસ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ન હોવાનું લાગતા આરોપીને ફાંસીની સજા ફટકારી નથી.CBIએ કોર્ટમાં અનેક મહત્વપૂર્ણ પુરાવા રજૂ કર્યા હતા
આરોપી સંજય રોયને દોષિત ઠેરવવામાં લોકેશન અને સીસીટીવી ફૂટેજ મહત્વપૂર્ણ પુરાવાઓ રજૂ કર્યા હતા. જોકે કોર્ટ સમક્ષ આરોપી સંજયે આરોપોને નકારી કાઢ્યા હતા,અને જણાવ્યું હતુ કે તેને આ કેસમાં ફસાવવામાં આવ્યો છે.