મુંબઈમાં લોકલ ટ્રેનમાં 5 મોત બાદ તંત્ર સફાળું જાગ્યું, ઓટોમેટિક દરવાજા લગાવવાનો નિર્ણય

રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલી સૂચનાઓ અનુસાર હવેથી મુંબઈમાં નિર્માણાધીન તમામ ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા બંધ કરવાની સુવિધા ફરજિયાતપણે ઉમેરવામાં આવશે.

New Update
mumbai local

મુંબઈમાં એક લોકલ ટ્રેનમાં સોમવારે સવારે એક દુ:ખદ ઘટના બની હતી. આ દુર્ઘટના મુંબઈના દીવા અને મુમ્બ્રા સ્ટેશન વચ્ચે થઈ હતી. અહીં ભારે ભીડ હોવાથી લોકલ ટ્રેનમાંથી પડી જવાના કારણે પાંચ મુસાફરોના મોત થયા હતા. અકસ્માત સમયે ટ્રેનમાં ખૂબ જ ભીડ હતી અને કેટલાક મુસાફરો દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા.

આ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રેલવે બોર્ડે દ્વારા તાત્કાલિક મુસાફરોની સલામતી માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલી સૂચનાઓ અનુસાર હવેથી મુંબઈમાં નિર્માણાધીન તમામ ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા બંધ કરવાની સુવિધા ફરજિયાતપણે ઉમેરવામાં આવશે. તેનો હેતુ એ છે કે, ચાલતી ટ્રેનમાં ન તો દરવાજા ખુલ્લા રહેશે અને ન કોઈ મુસાફર લટકીને મુસાફરી કરશે.

આ સાથે જ હાલ ચાલી રહેલા તમામ કોચ પણ ફરી ડિઝાઇન કરાશે. આ ટ્રેનોમાં ઓટોમેટિક દરવાજા બંધ કરવાની સિસ્ટમ પણ ઇન્સ્ટોલ કરવામાં આવશે, જેથી સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવી શકાય.

પ્રાથમિક માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં 8 લોકો ટ્રેનમાંથી પડી ગયા હતા, જેમાંથી પાંચના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. દુર્ઘટના બાદ ઈજાગ્રસ્તોને  નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. મધ્ય રેલ્વેનું કહેવું છે કે, થાણેના મુમ્બ્રા રેલ્વે સ્ટેશન પર કેટલાક મુસાફરો CSMT તરફ મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે તેઓ ટ્રેનમાંથી પડી ગયા

મળતી માહિતી પ્રમાણે મુસાફરોના પડી જવાનું કારણ વધુ પડતી ભીડ હોવાનું કહેવાય છે. આ ઘટનાની માહિતી મળ્યા બાદ રેલ્વે વહીવટીતંત્ર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. તેમજ આ ઘટના અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના કારણે  સ્થાનિક સેવાઓને મોટી અસર થઈ છે. 

ટ્રેનમાં ખૂબ ભીડ હતી, જેના કારણે આ મુસાફરો ટ્રેનના દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટનાના કેટલાક વીડિયો પણ  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં મુસાફરોને ટ્રેનમાંથી પડતા જોઈ શકાય છે. આ મુસાફરોને ટ્રેક પરથી ઉપાડીને પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યા હતા. તેમાં જોઈ શકાય છે કે, મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમના કપડાં ફાટી ગયા હતા.

Latest Stories
    Read the Next Article

    કારગિલ વિજય દિવસે વીર જવાનોના સાહસ અને વીરતાની કહાનીને ગૌરવથી યાદ કરતા દેશવાસીઓ

    આજથી 26 વર્ષ પહેલા 1999માં ભારતીય સેનાના જવાનો સામે કારગિલમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો. જેથી આજના દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

    New Update
    Kargil Vijay Diwas

    ભારતના વીર જવાનોના સાહસ અને વીરતાની કહાણીને ગૌરવથી યાદ કરવાનો આજનો દિવસ છે. આજથી26 વર્ષ પહેલા 1999માં ભારતીય સેનાના જવાનો સામે કારગિલમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો. જેથી આજના દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ યુદ્ધમાં ભારતના કુલ 527 જવાનો શહીદ થયા હતા. જ્યારે 1300થી વધારે જવાનો ઘાયલ થયા હતા. ભારતીય સેનાએ ઓપરેશન વિજય’ આ યુદ્ધ લડ્યું અને ભવ્ય વિજય મેળવ્યો હતો.

    ભારતે પાકિસ્તાનને દરેક વખતે હરાવ્યું છે. સ્ટેડિયમાં રમાતી ક્રિકેટ મેચ હોય કે બોર્ડર પર યુદ્ધના મેદાને ખેલાતુ યુદ્ધ હોય પાકિસ્તાનને ભારત પાસેથી માત્ર હાર જ મળી છે. આવું એક યુદ્ધ મે મહિનાથી26 જુલાઈ 1999માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલમાં થયું હતું. અહીં ભારતે પાકિસ્તાનને ફરી એકવાર હારનો સ્વાદ ચખાડ્યો હતો. આજે આ દિવસ ભારતના એ વીર સપૂતોને યાદ કરવાનો અને ભારતની જીતને ઉજવવાનો છે. ભારતમાં 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. આ દિવસ આપણને ભારતનાએ વીર જવાનોના બલિદાનસાહસ અને દેશભક્તિની યાદ અપાવે છે. એ જવાનોએ આપણાં માટે જે કર્યું છે તેનો ઋણ આપણે ક્યારેય ચૂકવી શકવાના નથી.

    ભારત અને પાકિસ્તાન વચ્ચે1999માં મે થી જુલાઈ સુધી ચાલ્યું હતું. પાકિસ્તાની સેના જમ્મુ અને કાશ્મીરના કારગિલ જિલ્લામાં નિયંત્રણ રેખા પાર કરી ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી હતી. જેથી ભારતીય સેનાએ પાકિસ્તાનને હરાવવા માટે ઓપરેશન વિજય શરૂ કર્યું હતું. સેના સાથે વાયુસેનાએ પણ ઓપરેશન સફેદ સાગર શરૂ કર્યું હતું. લાંબી લડાઈ બાદ આખરે જુલાઈમાં પાકિસ્તાન ઘુંટણીએ આવ્યું અને હાર સ્વીકારી હતી. આ યુદ્ધમાં કેપ્ટન વિક્રમ બત્રાલેફ્ટનન્ટ મનોજ કુમાર પાંડે જેવા વીરોએ પોતાની બહાદુરી દેખાડીને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો હતો. તે યુદ્ધમાં આ વીર જવાનો મા ભારતી માટે શહીદ થયા હતા.

    Latest Stories