ચૂંટણી પરિણામના 6 દિવસ બાદ પાકિસ્તાને PM મોદીને અભિનંદન પાઠવ્યા !

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે મોદીને એક લીટીનો અભિનંદન સંદેશ આપ્યો અને લખ્યું, 'નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ અભિનંદન.'શાહબાઝ શરીફ શનિવારે જ ચીનના પ્રવાસેથી પાકિસ્તાન પરત ફર્યા હતા.

New Update
પાકિસ્તાન

પાકિસ્તાન

ચૂંટણી પરિણામોના 6 દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાકિસ્તાન તરફથી અભિનંદન મળ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે મોદીને એક લીટીનો અભિનંદન સંદેશ આપ્યો અને લખ્યું, 'નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ અભિનંદન.'શાહબાઝ શરીફ શનિવારે જ ચીનના પ્રવાસેથી પાકિસ્તાન પરત ફર્યા હતા. અગાઉ જ્યારે ભારતના ચૂંટણી પરિણામો વિશે પૂછવામાં આવ્યું ત્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અમે સરકાર બનવા સુધી રાહ જોઈશું. એ પછી કંઈક કહીશું.ભારતમાં નવી સરકાર અંગે પાકિસ્તાને કહ્યું હતું કે તે તમામ પડોશી દેશો સાથે સારા સંબંધો ઈચ્છે છે. તે કોઈપણ વિવાદને વાતચીત દ્વારા ઉકેલવા માટે તૈયાર છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે શુક્રવારે કહ્યું હતું કે, "ભારતના નિવેદનબાજી અને તમામ મુશ્કેલીઓ છતાં અમે જવાબદાર વલણ અપનાવ્યું છે."

મુમતાઝે વધુમાં કહ્યું, "અમે જમ્મુ અને કાશ્મીર વિવાદ સહિત ભારત સાથેના તમામ મુદ્દાઓને વાતચીત દ્વારા ઉકેલવા માટે તૈયાર છીએ. અમે શાંતિપૂર્ણ રીતે આગળ વધવામાં વિશ્વાસ રાખીએ છીએ. અમને આશા છે કે બંને દેશોમાં શાંતિ જળવાઈ રહે તે માટે ભારત વાતચીત દ્વારા સમસ્યાઓનો ઉકેલવાના પ્રયાસ કરશે.

Latest Stories