કેન્દ્ર સરકાર બાદ મહારાષ્ટ્ર કેબિનેટે પણ નવી પેન્શન યોજનાની આપી મંજૂરી

Featured | દેશ | સમાચાર, કેન્દ્રીય કેબિનેટે શનિવારે નવી પેન્શન યોજના યુનિફાઈડ પેન્શન યોજનાને મંજૂરી આપી હતી. તેના પછી હવે રાજ્યો પણ આ પેન્શન યોજનાને અપનાવવામાં

New Update
પેન્સન

કેન્દ્રીય કેબિનેટે શનિવારે નવી પેન્શન યોજના યુનિફાઈડ પેન્શન યોજનાને મંજૂરી આપી હતી. તેના પછી હવે રાજ્યો પણ આ પેન્શન યોજનાને અપનાવવામાં આગળ આવી રહ્યા છે. રવિવારે મહારાષ્ટ્ર કેબિનેટે પણ આ પેન્શન યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજનામાં સરકારી કર્મચારીઓને 50% સુનિશ્ચિત પેન્શનની જોગવાઈ છે. સાથે જ આ યોજનામાં સુનિશ્ચિત ફેમિલી પેન્શન, સુનિશ્ચિત ન્યૂનતમ પેન્શન, ફુગાવા સાથે ઇન્ડેક્સેશન અને ગ્રેચ્યુઇટી ઉપરાંત વધારાની ચુકવણી પણ સામેલ છે. આ યોજનાથી 23 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાભ થશે. રાજ્ય સરકારોના કર્મચારીઓ પણ આમાં સામેલ થાય છે, તો લગભગ 90 લાખ કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે.

યુનિફાઈડ પેન્શન યોજનામાં નિવૃત્તિ પહેલાના 12 મહિનાની સરેરાશ બેઝિક પેનો 50 ટકા પેન્શન રકમ હશે. આ પેન્શન માટે સેવા યોગ્યતા 25 વર્ષ હશે. જે કર્મચારીઓ 25 વર્ષ સુધી સેવા આપશે, તેમને આ સુનિશ્ચિત પેન્શનનો લાભ મળશે. જ્યારે, 25 વર્ષથી ઓછી અને 10 વર્ષથી વધુ સેવા હોય, તો તે કર્મચારીઓને સેવાના પ્રમાણમાં પેન્શન મળશે.

Latest Stories