/connect-gujarat/media/post_banners/b0f0457ef10bebd8170487fe0669ac989884c90a34679e84a37d52d94af5f326.webp)
MSP સહિત પોતાની ઘણી માગણીઓને લઈ આજે આંદોલનકારી ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે. તેને લઈ રાજધાનીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ટિકરી, સિંધુ અને ગાજીપુર બોર્ડર પર સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. રેલવે અને મેટ્રો સ્ટેશનો અને બસ સ્ટેશન પર કડક નજર રાખવામાં આવી રહી છે. પોતાની ઘણી માગણીઓને લઈ ખેડૂત લાંબા સમયથી પંજાબ-હરિયાણાને અડીને આવેલી શંભૂ અને ખનૌરી બોર્ડર પર છે.
જણાવી દઈએ કે ખેડૂત સંગઠનોએ બુધવારે દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી હતી.ખેડૂત નેતા સરવન સિંહ પંધેર અને જગજીત સિંહ ડલ્લેવાલે 3 માર્ચે દેશભરના ખેડૂતોને પ્રદર્શન માટે બુધવારે દિલ્હી પહોંચવાનું આહ્વાન કર્યુ હતું. તેમને પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદાકીય ગેરંટી સહિતની વિવિધ માંગણીઓના સમર્થનમાં 10 માર્ચે 4 કલાક માટે દેશવ્યાપી રેલ રોકો આંદોલનનું પણ આહ્વાન કર્યું હતું. તેમને કહ્યું કે ખેડૂતોનું બલિદાન વ્યર્થ નહીં જાય અને માગણીઓ પુરી થાય ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે.