એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લાગી આગ, દિલ્હીમાં કરાયું સુરક્ષિત લેન્ડિંગ

New Update
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લાગી આગ, દિલ્હીમાં કરાયું સુરક્ષિત લેન્ડિંગ

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-807 તેના AC યુનિટમાં આગ લાગ્યા બાદ પરત ફરી હતી, ત્યારબાદ સમગ્ર એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ ફ્લાઈટમાં 175 મુસાફરો હતા. શુક્રવારે સાંજે 6.38 કલાકે ફ્લાઇટનું દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ થયું હતું.

સૂત્રોએ પુષ્ટિ આપી કે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓએ ફ્લાઈટને લેન્ડ કરવા માટે ઈમરજન્સી જાહેર કરવી પડી હતી. ફ્લાઇટ પહેલા બેંગલુરુમાં લેન્ડ થવાની હતી. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇમરજન્સી કોલ મળતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટી તરત જ એક્શનમાં આવી ગઈ હતી અને એરપોર્ટ પર એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. કોઈપણ ઈમરજન્સીને પહોંચી વળવા એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સાથે સુરક્ષા ટીમ અને ફાયર બ્રિગેડને તાત્કાલિક રનવે પર મોકલવામાં આવ્યા હતા.

Latest Stories