ઈરાનની ફ્લાઈટમાં બોમ્બ મળ્યાના સમાચાર બાદ હંગામો મચી ગયો હતો. આ વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં હતું. ભારતે પ્લેનને દિલ્હીમાં લેન્ડ થવા દીધું ન હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય વાયુસેના પણ એલર્ટ પર આવી ગઈ છે. વાયુસેનાએ પંજાબ અને જોધપુર એરબેઝથી આ ફ્લાઈટ પાછળ બે સુખોઈ એરક્રાફ્ટ મૂક્યા હતા. આ ઘટનાને પગલે દેશના તમામ એરપોર્ટ હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. ઈરાનની ફ્લાઈટમાં બોમ્બ મળ્યાના સમાચાર બાદ હંગામો મચી ગયો હતો.
આ વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં હતું. ભારતે પ્લેનને દિલ્હીમાં લેન્ડ થવા દીધું ન હતું. પ્રાપ્ત માહિતી અમુસાર, ભારતીય વાયુસેના પણ એલર્ટ પર આવી ગઈ છે. વાયુસેનાએ પંજાબ અને જોધપુર એરબેઝની ઉડાન પાછળ બે સુખોઈ એરક્રાફ્ટ મૂક્યા છે. દિલ્હી એટીસીના સૂત્રોએ જણાવ્યું કે વિમાન ઈરાનથી ચીનના ગ્વાંગઝૂ જઈ રહ્યું હતું. બોમ્બની માહિતી પર મહાન એરએ દિલ્હી એરપોર્ટ એટીસીનો સંપર્ક કર્યો હતો. દિલ્હી એટીસીએ વિમાનને જયપુર જવાનું સૂચન કર્યું હતું પરંતુ એરક્રાફ્ટના પાઇલટે ઇનકાર કર્યો હતો અને ભારતીય હવાઈ ક્ષેત્ર છોડી દીધું હતું. જો કે, વિમાન ચીન તરફ આગળ જઈ રહ્યું છે.