/connect-gujarat/media/post_banners/e0d6592723541bc09e1ef28fd9b48f33fa3e113f8640c26b1bdbf5f627481983.webp)
તામિલનાડુના કુન્નુરમાં મરાપલમ પાસે એક પ્રવાસી બસ ખીણમાં પડી જતાં 35 લોકો ઘાયલ થયા અને 8ના મોત થયા હતા. આ બસ ઉટીથી મેટ્ટુપાલયમ જઈ રહી હતી. બસમાં 55 મુસાફરો સવાર હતા. ઘાયલોને સારવાર માટે કુન્નુરની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
ઘટના અંગે કોઈમ્બતુર ઝોનના ડીઆઈજી સરવણ સુંદરે જણાવ્યું કે આ અકસ્માતમાં લગભગ આઠ લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ વધુ તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો.
ઈજાગ્રસ્તોને સારવાર માટે કુન્નુર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે બસમાં 55 લોકો સવાર હતા જેમાંથી 35 લોકો ઘાયલ થયા હતા અને તેમને એમ્બ્યુલન્સ દ્વારા કુન્નુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા