આગ્રામાં વાયુસેનાનું મિગ-29 વિમાન થયું ક્રેશ

આગ્રામાં વાયુસેનાનું મિગ-29 વિમાન ક્રેશ થયું. ટેક ઓફ કરતી વખતે પ્લેનમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતાંમાં વિમાન આગનો ગોળો બનીને ખેતરમાં પડ્યું.

New Update
mg 29
Advertisment

આગ્રામાં વાયુસેનાનું મિગ-29 વિમાન ક્રેશ થયું. ટેક ઓફ કરતી વખતે પ્લેનમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતાંમાં વિમાન આગનો ગોળો બનીને ખેતરમાં પડ્યું. વિમાન જમીન પર પડવાની સાથે જ વિસ્ફોટ થયું હતું .દુર્ઘટના સમયે વિમાનમાં બે પાઇલટ હતા. આગ લાગવાની થોડીક સેકન્ડ પહેલાં જ બંનેએ ખેતરમાં કૂદી ગયા હતા.

Advertisment

વિમાન કાગારૌલના સોંગા ગામ પાસે એક ખાલી ખેતરમાં પડ્યું હતું. એરફોર્સે પ્લેન ક્રેશની તપાસના આદેશ આપ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લેન આગ્રાના ખેડિયા એરસ્ટ્રિપથી ટેકઓફ થયું હતું, જોકે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

અકસ્માતની જાણ થતાં જ ગ્રામજનોએ પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. આ પછી વાયુસેનાના અધિકારીઓ, ડીએમ અને પોલીસ સ્થળ પહોંચ્યા હતા . અત્યારે પ્લેન જ્યાં પડ્યું છે ત્યાં નજીકના ગ્રામીણો એકઠા થયા છે.આ વિમાન રૂટિન એક્સર્સાઇઝ માટે ગ્વાલિયરથી આગ્રા જઈ રહ્યું હતું. અકસ્માતનો કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.

Latest Stories