મહારાષ્ટ્રના ડોંબિવલીમાં એક ફેક્ટરીમાં થયો વિસ્ફોટ, 7 લોકોના મોત, 60 ઘાયલ

મહારાષ્ટ્રના ડોંબિવલીમાં એક ફેક્ટરીમાં થયો વિસ્ફોટ, 7 લોકોના મોત, 60 ઘાયલ
New Update

મહારાષ્ટ્રના ડોંબિવલીમાં MIDC વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં બોઈલર ફાટવાના કારણે આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 60 લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગુરુવારે બપોરે 1.40 વાગ્યે અમુદાન કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટવાને કારણે વિસ્ફોટ થયો હતો. ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં 7 મૃતદેહો મળી આવ્યા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેરાત કરી છે કે ઘાયલોની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે વિસ્ફોટનો અવાજ એક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટને કારણે નજીકની ઈમારતોની કાચની બારીઓમાં તિરાડો પડી ગઈ હતી અને ઘણા મકાનોને પણ નુકસાન થયું હતું. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારી યાસીન તડવીનું કહેવું છે કે બપોરે લગભગ 1.40 વાગ્યે વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે વિસ્ફોટ બાદ આગ નજીકની ત્રણ ફેક્ટરીઓમાં ફેલાઈ ગઈ હતી. આગ અને ધુમાડો દૂરથી જોઈ શકાતો હતો.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. જેમાં 7 લોકોના મોત થયા હતા. ઘણા લોકોને બચાવી પણ લેવામાં આવ્યા છે. આ એક ખતરનાક વિસ્ફોટ હતો, તેમાં રેડ કેટેગરીના ખતરનાક એકમો છે, તેમને બહાર ખસેડવામાં આવશે. આ અંગે આ સંકુલના અનેક લોકોએ ફરિયાદ કરી છે.

#India #factory #explosion #Maharashtra #Dombivli #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article