ગાઝાના દરાજ જિલ્લામાં એક સ્કૂલ પર શનિવારે સવારે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. આ સ્કૂલમાં ઘણા લોકોએ આશરો લીધો હતો.અલ જઝીરાના અહેવાલ મુજબ, સવારની નમાજ અદા કરતી વખતે મિસાઈલ હુમલો થયો હતો.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સ્કૂલ પર એક પછી એક 3 રોકેટ ઝીંક્યાં હતાં. હુમલા બાદ સ્કૂલમાં આગ લાગી હતી, એને ઓલવવાના પ્રયાસો ચાલુ છે.ઇઝરાયલના સૈન્યનો દાવો છે કે અલ-તાબિન દ્વારા સ્કૂલનો ઉપયોગ હમાસની ઓફિસ તરીકે કરવામાં આવી રહ્યો હતો. હમાસના ઘણા આતંકવાદીઓ ત્યાં હાજર હતા. સેનાએ દાવો કર્યો હતો કે તેમણે નાગરિકો પર હુમલો કર્યો નથી.