ઇઝરાયેલનો ગાઝામાં વધુ એક મિશાઇલ હુમલો,100થી વધુ લોકોના મોત

દેશ | સમાચાર, ગાઝાના દરાજ જિલ્લામાં એક સ્કૂલ પર શનિવારે સવારે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય

Screenshot
New Update

ગાઝાના દરાજ જિલ્લામાં એક સ્કૂલ પર શનિવારે સવારે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. આ સ્કૂલમાં ઘણા લોકોએ આશરો લીધો હતો.અલ જઝીરાના અહેવાલ મુજબ, સવારની નમાજ અદા કરતી વખતે મિસાઈલ હુમલો થયો હતો.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સ્કૂલ પર એક પછી એક 3 રોકેટ ઝીંક્યાં હતાં. હુમલા બાદ સ્કૂલમાં આગ લાગી હતી, એને ઓલવવાના પ્રયાસો ચાલુ છે.ઇઝરાયલના સૈન્યનો દાવો છે કે અલ-તાબિન ​​​​​​દ્વારા ​સ્કૂલનો ઉપયોગ હમાસની ઓફિસ તરીકે કરવામાં આવી રહ્યો હતો. હમાસના ઘણા આતંકવાદીઓ ત્યાં હાજર હતા. સેનાએ દાવો કર્યો હતો કે તેમણે નાગરિકો પર હુમલો કર્યો નથી.

#હુમલો #સ્કૂલ #ગાઝા
Here are a few more articles:
Read the Next Article