Connect Gujarat
દેશ

દેશના નવા કૃષિ મંત્રી તરીકે અર્જુન મુંડાની વરણી, રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું નરેન્દ્ર તોમરનું રાજીનામું.....

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડ્યા બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ મંત્રાલયમાં પોતાનું પદ છોડી દીધું છે.

દેશના નવા કૃષિ મંત્રી તરીકે અર્જુન મુંડાની વરણી, રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું નરેન્દ્ર તોમરનું રાજીનામું.....
X

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડ્યા બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ મંત્રાલયમાં પોતાનું પદ છોડી દીધું છે. તેમણે આ પદ પરથી રાજીનામું આપ્યું હતું, જેને રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધું છે અને હવે કેબિનેટ મંત્રી અર્જુન મુંડાને કૃષિ મંત્રાલય અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનો વધારાનો હવાલો આપ્યો છે. અર્જુન મુંડા પહેલેથી જ આદિજાતિ બાબતોના મંત્રી છે જેને હવે નરેન્દ્ર સિંહ તોમરના સ્થાને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાને કૃષિ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત શોભા કરંદલાજે કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી છે, જેણે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય મંત્રીનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. આ સિવાય રાજીવ ચંદ્રશેખર ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રીની સાથે જલ શક્તિ મંત્રાલયમાં રાજ્ય મંત્રીનો વધારાનો હવાલો આપવામાં આવ્યો તેમજ ભારતી પ્રવીણ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં રાજ્ય મંત્રીનું પદ સંભાળી રહ્યા તેને આદિજાતિ મંત્રાલયમાં રાજ્ય મંત્રીનો હવાલો આપવામાં આવ્યો છે.

Next Story