દિલ્હીમાં AQI ફરી 300ને પાર, હવા ખૂબ જ ખરાબ:10 દિવસ પછી આજે શાળાઓ ખુલી
સોમવારે દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ રહી હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં સવારે 8 વાગ્યે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 310 નોંધાયો હતો.
BY Connect Gujarat Desk20 Nov 2023 7:05 AM GMT

X
Connect Gujarat Desk20 Nov 2023 7:05 AM GMT
સોમવારે દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ રહી હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં સવારે 8 વાગ્યે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 310 નોંધાયો હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર સવારે 10 વાગ્યે, આનંદ વિહારમાં 364, ITOમાં 322, આરકે પુરમમાં 348 અને દ્વારકામાં 376 નોંધાયા હતા.આજે 10 દિવસ બાદ દિલ્હીમાં શાળાઓ ખોલવામાં આવી છે. પ્રદૂષણને કારણે સરકારે 8 નવેમ્બરે શાળાઓમાં 10 દિવસનું શિયાળુ વેકેશન જાહેર કર્યું હતું.આ સાથે દિલ્હીમાં કન્સ્ટ્રક્શન વર્ક અને ટ્રકના પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. જોકે, પ્રદૂષણ ઘટતું જોઈને 18 નવેમ્બર શનિવારના રોજ 14 દિવસ પછી, GRAP-IV (ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન)ને દિલ્હીમાંથી હટાવી દેવામાં આવ્યો. તેનો અમલ 5 નવેમ્બરે કરવામાં આવ્યો હતો.
Next Story