/connect-gujarat/media/media_files/urTuFnnTYuhYPWCR9zWm.jpg)
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના કદ્દેર વિસ્તારમાં સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં 5 આતંકવાદીને ઠાર કર્યા છે, જોકે હજુ સુધી આતંકીઓના મૃતદેહ મળ્યા નથી. અથડામણમાં બે જવાન પણ ઘાયલ થયા છે.ગુરુવારે સવારે સેના અને પોલીસને આ વિસ્તારમાં 4-5 આતંકી છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી સંયુક્ત સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ-કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થા અંગે દિલ્હીમાં બેઠક યોજી શકે છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી બાદ આ પ્રથમ બેઠક હશે, જેમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, આર્મી, અર્ધલશ્કરી દળો, જમ્મુ-કાશ્મીર પ્રશાસન, ગુપ્તચર એજન્સીઓ અને ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે.અગાઉ 16 જૂને પણ શાહે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં તેcણે અધિકારીઓને આતંકવાદને કચડી નાખવા અને તેમને મદદ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.