અમૃતપાલ સિંહની ધરપકડ : ભિંડરાવાલેના ગામમાંથી ધરપકડ, અમૃતપાલને ડિબ્રુગઢ લઈ જવાશે.!

ખાલિસ્તાન સમર્થક અને 'વારિસ પંજાબ દે'ના પ્રમુખ અમૃતપાલ સિંહ આખરે પોલીસની પકડમાં આવી ગયા છે.

New Update
અમૃતપાલ સિંહની ધરપકડ : ભિંડરાવાલેના ગામમાંથી ધરપકડ, અમૃતપાલને ડિબ્રુગઢ લઈ જવાશે.!

ખાલિસ્તાન સમર્થક અને 'વારિસ પંજાબ દે'ના પ્રમુખ અમૃતપાલ સિંહ આખરે પોલીસની પકડમાં આવી ગયા છે. પંજાબ પોલીસે ભાગેડુ અમૃતપાલ સિંહની મોગાથી ધરપકડ કરી છે. જણાવી દઈએ કે અમૃતપાલ 18 માર્ચથી ફરાર હતો. પોલીસે તેના કાકા અને કેટલાક સહયોગીની ધરપકડ કરી છે. પંજાબ પોલીસે અમૃતપાલની ધરપકડની પુષ્ટિ કરી છે. પોલીસે જણાવ્યું કે અમૃતપાલની મોગાથી ધરપકડ કરવામાં આવી છે. વધુ માહિતી શેર કરવામાં આવશે. પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. આ સાથે લોકોને ફેક ન્યૂઝ શેર ન કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

Advertisment

કહેવામાં આવી રહ્યું છે કે અમૃતપાલને આસામના ડિબ્રુગઢ લઈ જવામાં આવશે. તેની ડિબ્રુગઢમાં પૂછપરછ કરવામાં આવશે. અમૃતપાલને કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાની તસવીર પણ સામે આવી છે. એક ન્યૂઝ એજન્સીએ અમૃતપાલની લેટેસ્ટ તસવીર ટ્વીટ કરી છે.

અમૃતપાલ સિંહ ધરપકડ પહેલા રોડેવાલા ગુરુદ્વારામાં જોવા મળ્યો હતો. આ પછી મુક્તસર પોલીસ તેને પોતાની સાથે લઈ ગઈ. આ વીડિયો રવિવારે સવારે 4 વાગ્યાનો જણાવવામાં આવી રહ્યો છે.

Advertisment