બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને જોધપુર હાઈકોર્ટ તરફથી 7 દિવસની પેરોલ મળ્યા છે. જસ્ટિસ પુષ્પેન્દ્ર સિંહ ભાટીની કોર્ટમાં આસારામના પેરોલ મંજૂર કરવામાં આવ્યા હતા.
આસારામ છેલ્લા ચાર દિવસથી જોધપુર એમ્સમાં દાખલ છે. આસારામને 11 વર્ષ બાદ પેરોલ મળ્યા છે.આસારામે સારવાર માટે પેરોલ માટે અરજી કરી હતી, પરંતુ તે દર વખતે ફગાવી દેવામાં આવી હતી. અગાઉ, આસારામને જોધપુરની ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર માટે પોલીસ કસ્ટડીમાં મંજૂરી આપવામાં આવી હતી. ત્યાં આસારામે પૂણેના ડોક્ટરોની દેખરેખમાં સારવાર લીધી. ત્યારપછી તેમની તબિયત બગડતાં તેમને જોધપુર એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.