Connect Gujarat
દેશ

અશોક ગેહલોત દિલ્હી પહોંચ્યા, આજે સોનિયા ગાંધીને મળશે, કહ્યું : નાની મોટી ઘટનાઓ બનતી રહે છે...

કોંગ્રેસ હાઈકમાન્ડે મુખ્યમંત્રી અશોક ગેહલોતને સંદેશો આપ્યો છે કે, ફરી એકવાર ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવે

અશોક ગેહલોત દિલ્હી પહોંચ્યા, આજે સોનિયા ગાંધીને મળશે, કહ્યું : નાની મોટી ઘટનાઓ બનતી રહે છે...
X

રાજસ્થાનમાં કોંગ્રેસની રાજકીય લડાઈનો ઉકેલ હજુ સુધી મળ્યો નથી. આગામી થોડા દિવસો સુધી તેનો ઉકેલ આવે તેવી અપેક્ષા નથી. કોંગ્રેસ હાઈકમાન્ડે મુખ્યમંત્રી અશોક ગેહલોતને સંદેશો આપ્યો છે કે, ફરી એકવાર ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવે, જેમાં મુખ્યમંત્રી સહિત તમામ પ્રકારના નિર્ણય લેવાનો અધિકાર કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને સોંપવામાં આવે. તા. 25 સપ્ટેમ્બરે મળેલી બેઠકમાં આ જ ઠરાવ પસાર થવાનો હતો, પરંતુ ગેહલોત છાવણી તેના માટે તૈયાર નહોતી.

આવી દરખાસ્તના વિરોધમાં ગેહલોત છાવણીના ધારાસભ્યોએ રાજીનામું આપીને અને વિધાનસભા પક્ષની બેઠકનો બહિષ્કાર કરીને હાઈકમાન્ડ પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અશોક ગેહલોત બુધવારે મોડી રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. માનવામાં આવે છે કે, તેઓ ગુરુવારના રોજ સોનિયા ગાંધીને મળશે. દિલ્હી પહોંચ્યા બાદ તેમણે કહ્યું કે, કાલે હું સોનિયાજીને મળીશ. અમે ઘરની બાબતોનું સમાધાન કરીશું. આંતરિક રાજકારણમાં બધું ચાલે છે. બધું બરાબર છે. તેમજ નાની મોટી વાતો થતી રહે છે. કોંગ્રેસમાં શિસ્ત છે. અમે કોંગ્રેસ અધ્યક્ષના કહેવા પ્રમાણે કામ કરીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે, દેશ ક્યાં જઈ રહ્યો છે તે ખબર નથી. દેશમાં જે ચાલી રહ્યું છે તે તેની ચિતા છે. ગેહલોતે વિધાનસભા અધ્યક્ષ ડૉ. સીપી જોશી, પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતસરા, સંસદીય બાબતોના મંત્રી શાંતિ ધારીવાલ સહિત અડધો ડઝન મંત્રીઓ સાથે તેમના નિવાસસ્થાને બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, અશોક ગેહલોત પર હજુ પણ મુખ્યમંત્રી પદ છોડવાનું દબાણ છે. આવી સ્થિતિમાં તેઓ જોશીને પોતાનો ઉત્તરાધિકારી બનાવવા માંગે છે. બંધારણીય હોદ્દા પર હોવા છતાં જોશીએ મુખ્યપ્રધાનના નિવાસસ્થાને સત્તાવાર રીતે મુલાકાત લઈને બેઠકમાં હાજરી આપવી તે મહત્વનું માનવામાં આવે છે.

Next Story