Connect Gujarat
દેશ

આસામ પોલીસે રાહુલની ન્યાય યાત્રા અટકાવી,કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ બેરિકેડિંગ તોડ્યું

રાહુલ ગાંધીની ન્યાય યાત્રા મંગળવારે ગુવાહાટી પહોંચી હતી, જેને આસામ પોલીસે અટકાવી હતી. રાહુલ પોતાના કાફલા સાથે ગુવાહાટી શહેરમાં જવા માંગતા હતા.

આસામ પોલીસે રાહુલની ન્યાય યાત્રા અટકાવી,કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ બેરિકેડિંગ તોડ્યું
X

રાહુલ ગાંધીની ન્યાય યાત્રા મંગળવારે ગુવાહાટી પહોંચી હતી, જેને આસામ પોલીસે અટકાવી હતી. રાહુલ પોતાના કાફલા સાથે ગુવાહાટી શહેરમાં જવા માંગતા હતા, પરંતુ તંત્રએ મંજૂરી આપી નહોતી. પોલીસે ગુવાહાટી સિટી તરફ જતા રસ્તા પર બેરિકેડ લગાવી દીધા હતા. આ પછી કોંગ્રેસ સમર્થકોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. કોંગ્રેસ સમર્થકોએ બેરિકેડ તોડી નાખ્યા હતા.આસામ પોલીસનું કહેવું છે કે જો ન્યાય યાત્રા શહેરમાં જશે તો ટ્રાફિક વ્યવસ્થાને અસર થશે. પ્રશાસને રેલીને નેશનલ હાઈવે પર જવાનો નિર્દેશ આપ્યો છે. જે શહેરની ફરતે રિંગ રોડ છે.આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને કોંગ્રેસ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. કોંગ્રેસ સરમા પર યાત્રામાં અવરોધ કરવાના આરોપ લગાવી રહી છે. સરમાએ કોંગ્રેસને ઘણા જિલ્લાઓમાં ન જવા પણ સૂચન કર્યું છે.કોંગ્રેસના કાર્યકરોએ બેરિકેડિંગ તોડી નાખ્યા બાદ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે આ આસામી સંસ્કૃતિનો ભાગ નથી. મેં આસામ પોલીસના ડીજીપીને ભીડને ઉશ્કેરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાના નિર્દેશ આપ્યા છે અને કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા ફૂટેજનો પુરાવા તરીકે ઉપયોગ કરવા જણાવ્યું છે.

Next Story