/connect-gujarat/media/media_files/2025/03/19/9AkbZuzeQsQfTP4YkXVL.jpg)
ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના અને 14 દિવસ પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. તેમની સાથે ક્રૂ-9 ના બે વધુ અવકાશયાત્રીઓ અમેરિકાના નિક હેગ અને રશિયાના એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ છે. તેમનું ડ્રેગન અવકાશયાન 19 માર્ચે ભારતીય સમય મુજબ સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના કિનારે લેન્ડ થયું.
આ ચાર અવકાશયાત્રીઓ મંગળવારે (18 માર્ચ) ના રોજ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS)થી રવાના થયા હતા. જ્યારે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે તેનું તાપમાન 1650 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું. આ સમય દરમિયાન લગભગ 7 મિનિટ સુધી સંપર્ક તૂટી ગયો હતો.ડ્રેગન કેપ્સ્યુલને અલગ કરવાથી લઈને દરિયામાં ઉતરાણ સુધી લગભગ 17 કલાક લાગ્યા. 18 માર્ચે સવારે 8:35 વાગ્યે, સ્પેસક્રાફ્ટ હેચ થયું, એટલે કે દરવાજો બંધ થઈ ગયો. 10:35 વાગ્યે અવકાશયાન ISS થી અલગ થઈ ગયું