દિલ્હીના CM તરીકે આતિશી માર્લેના આજે શપથગ્રહણ કરશે! અરવિંદ કેજરીવાલ પણ હાજરી આપશે

Featured | દેશ | સમાચાર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 21 સપ્ટેમ્બરથી આતિશી માર્લેના સિંહને દિલ્હીના સીએમ તરીકે નિયુક્ત કર્યા છે. 5 મંત્રીઓની નિમણૂકને પણ મંજૂરી

New Update
aatisha

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 21 સપ્ટેમ્બરથી આતિશી માર્લેના સિંહને દિલ્હીના સીએમ તરીકે નિયુક્ત કર્યા છે. 5 મંત્રીઓની નિમણૂકને પણ મંજૂરી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિએ અરવિંદ કેજરીવાલનું રાજીનામું પણ સ્વીકારી લીધું હતું.

Advertisment

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આતિશી 21 સપ્ટેમ્બર, શનિવારે સાંજે 4:30 વાગ્યે રાજભવન (લેફ્ટનન્ટ ગવર્નરના નિવાસસ્થાન) ખાતે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેના તેમને શપથ લેવડાવશે.આતિશીની સાથે, 5 AAP ધારાસભ્યો - ગોપાલ રાય, સૌરભ ભારદ્વાજ, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન અને મુકેશ અહલાવત મંત્રી તરીકે શપથ લેશે. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મનીષ સિસોદિયા પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.

Advertisment
Latest Stories