New Update
/connect-gujarat/media/media_files/2025/02/19/HeoHlbVYWq6SAbbshyeA.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.એ.તુવરની ટીમને બાતમી મળી હતી કે ભરૂચ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં દહેજ રોડ પર દીલ્હી-મુંબઇ એક્સપ્રેસ બ્રીજ નીચે બનાવટી બીલ સાથે વેસ્ટેઝ ઓઇલનો જથ્થો પકડાયેલ તે ગુનાનો વોન્ટેડ આરોપી સમીમ પઠાણ વડોદરા શહેરમાં ગોરવા વિસ્તારમાં ભાડેથી રહે છે.
જે બાતમી આધારે એલ.સી.બી.ની ટીમને તાત્કાલિક વડોદરા શહેર ખાતે આરોપીની તપાસમાં મોકલી અને વોન્ટેડ આરોપી વડોદરા શહેર ગોરવા વિસ્તારમાં આવેલ આમેના પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાંથી મળી આવતા ઝડપી પાડી તેના વિરૂધ્ધ ભારતીય નાગરીક ન્યાય સંહિતા સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ભરૂચ તાલુકા પોલીસ મથક ખાતે સોંપવામાં આવ્યો છે.આરોપી છેલ્લા 7 મહિનાથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
Latest Stories