Connect Gujarat
દેશ

ભરૂચ: ચેનલ નર્મદા દ્વારા હાઈવોલ્ટેજ કાર્યક્રમ તાલ સે તાલ યોજાયો,225થી વધુ સ્પર્ધકોએ લીધો ભાગ

X

ચેનલ નર્મદાના રજત જયંતિ વર્ષ નિમિત્તે આયોજન

હાઈવોલ્ટેજ કાર્યક્રમ તાલ સે તાલ યોજાયો

ત્રણ ગ્રુપ માં 225થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો

ભરૂચની ચેનલ નર્મદા દ્વારા રજત જયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે રવિવારે હાઈવોલ્ટેજ કાર્યક્રમ તાલ સે તાલ યોજવામાં આવ્યો હતો. જેમાં ત્રણ ગ્રુપમાં 225 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

સમાચારો સાથે સમાજ સેવાને વરેલી ચેનલ નર્મદા દ્વારા રજત જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે વર્ષ દરમિયાન 25 કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રવિવારે ચેનલ નર્મદાનો લોકપ્રિય કાર્યક્રમ તાલ સે તાલ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ભરૂચના જ કલાકાર અને હાલ મુંબઈ ખાતે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલ હર્ષ ઉપાધ્યાય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો કાર્યક્રમમાં જજ તરીકે વડોદરાના દિપક રાજપૂતે સેવા આપી હતી. ગ્રુપ એ માં 5 થી 11 વર્ષની વયના બાળકોએ ભાગ લીધો હતો. આ ગ્રુપમાં પ્રથમ ક્રમે વી 4 એકેડમીના બાળકો, દ્વિતીય ક્રમે ક્રિએટિવ ડાન્સ સ્ટુડિયો અને તૃતીય ક્રમે કૌશિક પરમારના ગ્રુપે હાંસલ કર્યો હતો. બી ગ્રુપમાં કુલ 10 એન્ટ્રી હતી 11 થી 20 વર્ષ સુધીના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમ RPDC આર્ટ એકેડમી ના સ્પર્ધકો, દ્વિતીય ક્રમે ક્રિએટિવ ડાન્સ સ્ટુડિયોના સ્પર્ધકો જયારે તૃતીય ક્રમે પૂજા પરમારના સ્પર્ધકો વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. સી ગ્રુપમાં 20 વર્ષથી વધુની વયના સ્પર્ધકોની 6 એન્ટ્રી નોંધાઈ હતી જેમાં પ્રથમ ક્રમે ક્રિએટિવ ડાન્સ એકેડમીના સ્પર્ધકો, દ્વિતીય ક્રમે CAD કૃ ના સ્પર્ધકો તથા તૃતીય ક્રમે એસ. પોઇઝન ડાન્સ સ્ટુડિયોના સ્પર્ધકો વિજેતા બન્યા હતા. ત્રણેય સ્પર્ધામાં પ્રથમ વિજેતાઓને રૂ.21 હજાર રોકડા તથા ટ્રોફી, દ્વિતીય વિજેતાઓને રૂ.15 હજાર રોકડા તથા ટ્રોફી અને તૃતીય વિજેતાઓને 11 હજાર રોકડા તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ 10 વર્ષના બ્રેક બાદ યોજવામાં આવ્યો હતો. જેમાં અગાઉ તાલ સે તાલમાં ભાગ લેનાર પૂર્વ સ્પર્ધકોએ પોતાના મંતવ્યો રજુ કર્યા હતા.

Next Story