મોરબી ગોઝારી ઘટનાના મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા ભરૂચ જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા યોજાય કેન્ડલ માર્ચ

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતાં અનેક જિંદગીઓ હોમાઇ જતા સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી

New Update
મોરબી ગોઝારી ઘટનાના મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા ભરૂચ જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા યોજાય કેન્ડલ માર્ચ

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતાં અનેક જિંદગીઓ હોમાઇ જતા સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. જેના પગલે તમામ રાજકીય પક્ષો દ્વારા એક દિવસીય કાર્યક્રમો મોકૂફ રાખી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જ મોરબી ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે ભરૂચ જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઇ.ટી.સેલ) દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

નેત્રંગ જુના બસ સ્ટેન્ડ ખાતેથી નીકળેલી કેન્ડલ માર્ચ ગાંધી બજાર જલારામ મંદિર ખાતે પહોચી મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. કેન્ડલ માર્ચ દરમ્યાન ભરૂચ જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઇ.ટી.સેલ) પ્રમુખ બ્રિજેશકુમાર ભરતભાઈપટેલ, ઉપપ્રમુખ સંકેત પંચાલ, નેત્રંગ તાલુકા પ્રમુખ સ્નેહલકુમાર પટેલ, સહકારી આગેવાન કિશોરસિંહ વાંસદિયા, ભક્તધામ સ્વામિનાાયણ મંદિર પૂ. ભક્તિવલ્લભ સ્વામીની આજ્ઞાથી પ્રિયદર્શન સ્વામીજી, પૂ.હરિદાસ સ્વામીજી, દિવ્યાંગભાઈ મિસ્ત્રી, આગેવાનો અને કિસાન સંઘના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નેત્રંગ પોલીસ દ્વારા પણ સાથ સહકાર આપ્યો હતો.

Latest Stories