New Update
/connect-gujarat/media/media_files/2024/12/21/mtbdzVbeZVayqsmXsqLn.jpg)
IMG-20241221-WA0006 Photograph: (IMG-20241221-WA0006)
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમને માહિતી મળી હતી કે એ ડિવિઝન પોલીસ મથકની હદમાંથી ચોરી થયેલ મોટર સાયકલ લઈ એક ઈસમ ભરૂચ રેલ્વે સ્ટેશનથી કસક સર્કલ તરફ જાય છે જે માહિતી આધારે તાત્કાલીક કસક સર્કલ નજીક મો.સા. નંબર-GJ-16-AC-2137ના ચાલકની વોચમાં હતા.
તે દરમ્યાન બાતમી વાળી બાઈક આવતા આરોપી દસ્તગીર શરિફશા દિવાનની પૂછપરછ કરતા તેણે ત્રણેક વર્ષ પહેલા મઢુલી સર્કલ, ખાતેથી મો.સા. નંબર-GJ-16-AC-2137 થી ચોરી કરી હતી તેમજ એક માસ પહેલા ભરૂચ તવરા રોડ, ઝાડેશ્વર ચોકડી ખાતેથી એક સ્પેલન્ડર પ્લસ મો.સા.-MH-14-DG-1207 ની ચોરી કરી હોવાનું બહાર આવતા પોલીસે તેની અટકાયત કરી તેની પાસેથી રૂ.40 હજારની કિંમતની ચોરીની ત્રણ બાઈક કબ્જે કરી હતી.
Latest Stories