/connect-gujarat/media/post_banners/5373bc8441c31c1ac6bfb99a7f6a2c17f1d96649b82d21b776f371b9e097e903.webp)
આમોદમાં આજ રોજ વર્ષો જૂની પાઇપ લાઇન બાબતે ગેસ મેળવવાની માંગણી સંતોષતા આજ રોજ ધારાસભ્ય ડી.કે.સ્વામીએ બહુચરાજી મંદિર પાસે ખાર્તમુહૂર્ત કરી ગેસ લાઈનનું કામ શરૂ કરાવ્યું હતું.જે દિવાળી સુધીમાં લોકોને પાઇપ લાઇન બાબતે નગરજનોને ઘરે ઘરે ગેસ મળશે તેવું ગેસ એજન્સીના અધિકારીએ જણાવ્યું હતું.
આમોદ નગરજનોની વર્ષો જૂની પાઇપ લાઇન બાબતે ગેસ મેળવવાની માંગણી સ્વીકારાઈ હતી.જેમાં ધારાસભ્ય ડી.કે.સ્વામીએ અનેક વખત ગુજરાત ગેસ એજન્સી તેમજ મુખ્યમંત્રી તેમજ મંત્રીઓ સુધી રજુઆત કરી હતી.ત્યારે આજે ગુજરાત ગેસ એજન્સીના અધિકારીઓ સાથે ટેકનીકલ સ્ટાફ પણ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે.સ્વામી,આમોદ નગરપાલિકા પ્રમુખ મહેશ પટેલ,ઉપપ્રમુખ ઉષાબેન પટેલ,કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડ સહિત નગર સેવકો તેમજ ભાજપના હોદ્દેદારો,કાર્યકરો તેમજ આમોદ નગરજનો અને વેપારી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
ગેસ એજન્સીના હાજર રહેલા અધિકારીઓએ પાઇપ લાઇન બાબતે ગેસ કેવી રીતે મળશે તે વિશે હાજર નગરજનોને માહિતી પૂરી પાડી હતી.આમોદ નગરપાલિકા પ્રમુખ મહેશ પટેલે આમોદ નગરજનોને ગેસ લાઇન આપવા બાબત એજન્સીના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે ગુજરાત ગેસ એજન્સીના અધિકારીઓએ આમોદ નગરપાલિકા પ્રમુખને આમોદ નગરપાલિકાના વિસ્તારમાં ગેસ એજન્સી તરફથી ગેસ લાઈનની પાઇપ નાખવા માટે રસ્તા રીપેરીંગ માટે રૂપિયા ૨૨ લાખનો ચેક અર્પણ કર્યા હતો.ધારાસભ્ય ડી.કે.સ્વામીએ આમોદની વર્ષો જૂની માંગ સંતોષવા બદલ ગુજરાત ગેસ એજન્સીનો આભાર વ્યક્ત કર્યો હતો.