Connect Gujarat
દેશ

ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં

ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં
X

ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, આજે (સોમવારે) સવારે કુરવાઈ સ્ટેશન નજીક રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી નિઝામુદ્દીન જવા રવાના થયેલી વંદે ભારત ટ્રેનની C14 કોચમાં બેટરીના કારણે આગ ફાટી નીકળી હતી. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

રાણી કમલાપતિથી નિઝામુદ્દીન જઈ રહેલી વંદે ભારત ટ્રેનના C-14 કોચમાં આગ લાગી હતી. ટ્રેન નંબર 20171 ભોપાલ-હઝરત નિઝામુદ્દીન વંદે ભારત સવારે 5.40 વાગ્યે રવાના થઈ હતી. ઘટના બીના સ્ટેશન પહેલા બની હતી. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરના જણાવ્યા અનુસાર આગ બેટરીથી લાગી હતી. આગની જાણ થતાં જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોના જણાવ્યા અનુસાર કોચ સી-14માં બેટરીની નજીક ધુમાડો નીકળ્યો હતો. આ પછી બેટરી બોક્સમાંથી આગની જ્વાળાઓ બહાર આવવા લાગી હતી. બીના રેલ્વે સ્ટેશન પહેલા કુરવાઈ કેથોરા ખાતે ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને મુસાફરો સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા.

Next Story