દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર મોટો ઝટકો,હાઈકોર્ટે સીબીઆઈ કેસમાં જામીન અરજી ફગાવી

દારૂ કૌભાંડમાં પકડાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે સીબીઆઈ કેસમાં તેની ધરપકડ સામે અને તે જ કેસમાં જામીન માટે દાખલ કરેલી અરજીઓ ફગાવી દીધી

New Update
Arvind Kejarival

સુપ્રીમ કોર્ટે કથિત દારૂ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પહેલાથી જ વચગાળાના જામીન આપી દીધા છે. આ રાહત પહેલા પણ સીબીઆઈએ તેમની ધરપકડ કરી હતી.

કથિત દારૂ કૌભાંડમાં પકડાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે સીબીઆઈ કેસમાં તેની ધરપકડ સામે અને તે જ કેસમાં જામીન માટે દાખલ કરેલી અરજીઓ ફગાવી દીધી છે. 

જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની બેન્ચે કહ્યું કે કેજરીવાલ જામીન માટે ટ્રાયલ કોર્ટનો સંપર્ક કરી શકે છે. હાઈકોર્ટે કહ્યું કે કેજરીવાલની ધરપકડ ગેરકાયદેસર નથી અને એવું ન કહી શકાય કે CBIએ કોઈ કારણ વગર તેમની ધરપકડ કરી છે. 

 

Latest Stories