Connect Gujarat
દેશ

બિહારના સીએમ નીતીશ કુમારને એક યુવકે મારી થપ્પડ, થપ્પડ મારનાર યુવકની પોલીસે કરી અટકાયત

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર રવિવારે હુમલો કરવામાં આવ્યો હતો. પટનાના બખ્તિયારપુરમાં એક યુવકે તેમને મુક્કો માર્યો

X

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર રવિવારે હુમલો કરવામાં આવ્યો હતો. પટનાના બખ્તિયારપુરમાં એક યુવકે તેમને મુક્કો માર્યો. જોકે, સીએમને કોઈ ઈજા થઈ નથી. હાલ પોલીસે યુવકની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી છે. આ યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી એક ખાનગી કાર્યક્રમ હેઠળ બખ્તિયારપુર ગયા હતા, ત્યાં આ ઘટના ઘટી હતી.

સીએમ નીતિશ કુમાર પર યુવકે કરેલા હુમલાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ છે. નીતિશ કુમાર એક પ્રતિમા પર પુષ્પો અને હાર ચડાવવા જય રહ્યા છે અને આ યુવકે પાછળથી આવી તેમની એકદમ નજીક જઈને એમને મુક્કો માર્યો. હુમલાની આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.

આ પહેલા પણ મુખ્યમંત્રી નીતિશ કુમાર પર હુમલો થયો હોવાનું જાણવા મળે છે. બિહાર વિધાનસભા ચૂંટણી 2020 દરમિયાન મધુબનીમાં યોજાયેલી ચૂંટણી સભા દરમિયાન દર્શકોમાં હાજર વ્યક્તિએ સીએમ નીતિશ પર ડુંગળી અને ઈંટો વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન સ્ટેજ પર હાજર સીએમના સિક્યુરીટી ગાર્ડે મુખ્યમંત્રીની સુરક્ષા કરી હતી.

Next Story