ભાજપે નકલી મતદારોના આધારે મહારાષ્ટ્ર-દિલ્હીની ચૂંટણી જીતી,મમતા બેનર્જીનો આરોપ

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે કોલકાતામાં કહ્યું, 'ભાજપે નકલી મતો દ્વારા દિલ્હી અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી જીતી ચૂંટણીપંચે

New Update
mamata

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે કોલકાતામાં કહ્યું, 'ભાજપે નકલી મતો દ્વારા દિલ્હી અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી જીતી. ચૂંટણીપંચે આમાં મદદ કરી. તેમણે કહ્યું હતું કે ભાજપે ચૂંટણીપંચની મદદથી નકલી મતદારોને મતદારયાદીમાં સામેલ કર્યા.

Advertisment

મમતાએ પાર્ટી કાર્યકર્તાઓની એક બેઠકમાં આ વાત કહી. તેમણે કહ્યું હતું કે જો જરૂર પડશે તો તેઓ મતદારયાદીમાં સુધારો કરવા અને નકલી મતદારોને દૂર કરવા માટે ચૂંટણીપંચના કાર્યાલયની સામે ધરણાં કરશે. તેમણે કહ્યું, 'જો હું 26 દિવસ સુધી ભૂખહડતાળ પર જઈ શકું છું, તો હું ચૂંટણીપંચ વિરુદ્ધ આંદોલન પણ શરૂ કરી શકું છું.' હકીકતમાં તેઓ જમીન સંપાદનના વિરોધમાં 2006માં હાથ ધરેલી 26 દિવસની ભૂખહડતાળનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં.

Advertisment
Latest Stories