ગોવામાં વિસ્ફોટકોથી ભરેલા ગોડાઉનમાં બ્લાસ્ટ, અનેક ઘરોમાં તિરાડો

ગોવામાં વિસ્ફોટકોથી ભરેલા ગોડાઉનમાં જોરદાર વિસ્ફોટ થયો. આમાં ૧૪.૫ ટન ગનપાઉડરનો નાશ કરવામાં આવ્યો હતો.

New Update
a

ગોવામાં વિસ્ફોટકોથી ભરેલા  ગોડાઉનમાં જોરદાર બ્લાસ્ટ થયો. આમાં ૧૪.૫ ટન ગનપાઉડરનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ગુરુવારે રાત્રે લગભગ 10:30 વાગ્યે નાકેરી-બેતુલ વિસ્તારમાં આવેલા ગોદામમાં વિસ્ફોટ થયો હતો. આમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. વિસ્ફોટની અસર એટલી તીવ્ર હતી કે તેના કારણે ઘણા ઘરોમાં તિરાડો પડી ગઈ. તેનો અવાજ દૂર સુધી સંભળાતો હતો.

Advertisment

ફેક્ટરી લાઇસન્સ સસ્પેન્ડ કરાયું

અવાજ સાંભળીને ઘણા ગામલોકો ઘટના સ્થળ તરફ દોડી ગયા. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના પેટ્રોલિયમ અને વિસ્ફોટકો સલામતી સંગઠન (PESO) એ શુક્રવારે હ્યુજીસ પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડનું લાઇસન્સ સસ્પેન્ડ કર્યું છે.

કંપની પાસેથી 21 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે.

જોઈન્ટ ચીફ એક્સપ્લોઝિવ્સ કંટ્રોલર આર. રાવતે કંપનીને કારણદર્શક નોટિસ ફટકારી છે અને 21 દિવસમાં જવાબ માંગ્યો છે. દક્ષિણ ગોવાના કલેક્ટર અગ્ના ક્લીટસે જણાવ્યું હતું કે વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેમણે લોકોને વિસ્ફોટ સ્થળથી દૂર રાખવાના આદેશો જારી કર્યા છે.

Advertisment
Latest Stories