/connect-gujarat/media/post_banners/c6dce1418803416d5aff20d070e0a86d6d95e4912961e0ba9a1a3e8be8baf169.webp)
પંજાબની સંગરુર જેલમાં કેદીઓ વચ્ચે લોહિયાળ અથડામણ થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ જેલમાં કેદીઓના બે જૂથો એકબીજા સાથે મારપીટ કરી હતી. જેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જ્યાં બે કેદીઓના મોત થયા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સિમરનજીત સિંહ ઉર્ફે જુઝારે તેના 8 સાથીઓ સાથે મળીને મોહમ્મદ શાહબાઝ અને તેના સાગરિતો પર કટર વડે હુમલો કર્યો હતો. સિમરનજીત સિંહ જુઝાર ગેંગનો લીડર છે. તે અમૃતસરના રસૂલપુર કાલેરનો રહેવાસી છે. તેની સામે 302, 307 અને ખંડણીના 18 જેટલા જુદા જુદા કેસ નોંધાયેલા છે.જુઝાર લગભગ 6 વર્ષથી જેલમાં છે. સંદીપ સિંહ નાંગલ અંબિયાની હત્યામાં સિમરનજીત સિંહ ઉર્ફે જુઝારનું નામ પણ સામે આવ્યું હતું.