“સંસદની સુરક્ષાનો ભંગ જેટલો ખતરનાક છે, તેનું સમર્થન કરવું તેટલું જ ખતરનાક” : PM મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર

સંસદના શિયાળુ સત્ર વચ્ચે સંસદ લાયબ્રેરી બિલ્ડીંગમાં ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ હતી.

New Update
“સંસદની સુરક્ષાનો ભંગ જેટલો ખતરનાક છે, તેનું સમર્થન કરવું તેટલું જ ખતરનાક” : PM મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર

સંસદના શિયાળુ સત્ર વચ્ચે સંસદ લાયબ્રેરી બિલ્ડીંગમાં ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ સંસદની સુરક્ષામાં ક્ષતિને લઈને વિપક્ષના વલણ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે I.N.D.I.A ગઠબંધનનું લક્ષ્ય અમારી સરકારને ઉથલાવવાનું છે.

સંસદના શિયાળુ સત્ર વચ્ચે સંસદ લાયબ્રેરી બિલ્ડીંગમાં ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ સંસદની સુરક્ષામાં ક્ષતિને લઈને વિપક્ષના વલણ પર નિશાન સાધ્યું હતું. બીજેપી સંસદીય દળની બેઠકને સંબોધતા પીએમ મોદીએ I.N.D.I.A ગઠબંધન પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે I.N.D.I.A ગઠબંધનનો ધ્યેય અમારી સરકારને ઉથલાવી દેવાનો છે, પરંતુ અમારી સરકારનું લક્ષ્ય દેશનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવાનું છે. પીએમ મોદીએ કહ્યું કે, કેટલાક પક્ષો એક રીતે સંસદમાં સુરક્ષા ભંગને સમર્થન આપી રહ્યા છે, આ સંસદની સુરક્ષા ભંગ જેટલું જ ખતરનાક છે. લોકશાહીમાં માનતા તમામ લોકોએ સંયુક્તપણે સંસદમાં સુરક્ષા ભંગની નિંદા કરવી જોઈએ. તમને જણાવી દઈએ કે, સંસદની સુરક્ષામાં ક્ષતિની ઘટનાને લઈને વિપક્ષી સાંસદોએ લોકસભા અને રાજ્યસભામાં હંગામો મચાવ્યો હતો, ત્યારબાદ બંને ગૃહોના 78 વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અગાઉ 14 સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 92 વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Latest Stories