ખેડૂતને બંદૂક બતાવીને ધમકાવવાનો મામલો, પૂજા ખેડકરની માતાની ધરપકડ

પુણેના મુલશી તાલુકાના ધડાવલી ગામમાં જમીન વિવાદમાં ખેડૂતને ટ્રેઈની IAS પૂજા ખેડકરની માતાએ બંદૂક બતાવીને ધમકાવ્યા હતા.

New Update
manorama

પુણેના મુલશી તાલુકાના ધડાવલી ગામમાં જમીન વિવાદમાં ખેડૂતને ટ્રેઈની IAS પૂજા ખેડકરની માતાએ બંદૂક બતાવીને ધમકાવ્યા હતા.જે ઘટનામાં પુણા પોલીસે આરોપી મનોરમા ખેડકર ની ધરપકડ કરી હતી.

વિવાદોમાં સપડાયેલ ટ્રેઈની IAS પૂજા ખેડકર અને તેમના પરિવારની મુશ્કેલીઓ સતત વધતી જઇ રહી છે.પૂણે પોલીસે પૂજાની માતા મનોરમા ખેડકરની ધરપકડ કરી લીધી છે. ગેરકાયદે હથિયારો રાખવાના આરોપમાં મનોરમાની રાયગઢ જિલ્લાના મહાડથી ધરપકડ કરી હતી.

મનોરમા પર ખેડૂતને ધમકાવવાનો આરોપ છે. પૂણે ગ્રામીણ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ તેની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ મનોરમાનો સરકારી અધિકારીને ધમકાવતો વીડિયો પણ વાયરલ થયો હતો.છેલ્લા ઘણા દિવસોથી તે ફરાર હતી.વિવાદિત અધિકારી પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકરનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે એક જમીન વિવાદ મામલે બંદૂક સાથે અમુક લોકોને ધમકાવી રહી હતી.આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે મનોરમા અને તેના પતિ દિલીપ ખેડકર સહિત સાત લોકો સામે એફઆઈઆર નોંધી હતી.     

Latest Stories