/connect-gujarat/media/post_banners/0be1adea0eb5a4a3cbfa1e42250492227bea32884dd845c16978c1bdf0d6434e.webp)
રશિયાનું લુના-25 અવકાશયાન ક્રેશ થયું છે. હવે જો ભારતનું ચંદ્રયાન-3 મિશન સફળ થશે તો તે ચંદ્રના સાઉથ પોલ પર ઉતરનાર પ્રથમ દેશ બની જશે. ચંદ્રયાન-3ને 23 ઓગસ્ટે સાંજે 6:04 કલાકે 25 કિલોમીટરની ઉંચાઈથી લેન્ડ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ચંદ્રયાન-3નું બીજું અને અંતિમ ડિબૂસ્ટિંગ ઓપરેશન રવિવારે મોડી રાત્રે 1.50 વાગ્યે પૂર્ણ થયું હતું. આ ઓપરેશન પછી, ચંદ્રથી લેન્ડરનું લઘુત્તમ અંતર 25 કિમી અને મહત્તમ અંતર 134 કિમી છે. ડીબૂસ્ટિંગમાં, અવકાશયાનની ગતિ ધીમી થઈ જાય છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરોએ ચંદ્રના સાઉથ પોલની તસવીરો શેર કરી છે. ચંદ્રયાન-3માં લગાવાયેલ લેન્ડર હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઈડન્સ કેમેરા (LHDAC) પરથી 19 ઓગસ્ટ 2023 ના રોજ તસવીર લેવામાં આવી છે. આ કેમેરા લેન્ડરને સુરક્ષિત લેન્ડિંગ વિસ્તાર શોધવામાં મદદ કરશે. ઈસરોએ ચંદ્રયાન 3 દ્વારા મોકલવામાં આવેલી કેટલીક ખાસ તસવીરો શેર કરી છે, જેમાં તમે ચંદ્રની સપાટી જોઈ શકો છો.