/connect-gujarat/media/post_banners/7cab5c526f2ec1f85ef8ea039dd5b8ed248be7bcc1e5b4230625db3807baadd0.webp)
ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર હવે 113 x 157 કિમીની ભ્રમણકક્ષામાં આવી ગયું છે. ઈસરોએ ડીબૂસ્ટિંગ દ્વારા ચંદ્રયાનની ભ્રમણકક્ષા ઘટાડી છે. આ પ્રક્રિયા 20 ઓગસ્ટે પણ થશે. આ પછી ચંદ્રથી લેન્ડરનું લઘુતમ અંતર 30 કિમી રહેશે. સોફ્ટ લેન્ડિંગ 23 ઓગસ્ટે સાંજે 5:47 વાગ્યે સૌથી ઓછા અંતરથી થશે. હવે પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરવા માટે પ્રોપલ્શન મોડ્યૂલ ચંદ્રની ભ્રમણકક્ષામાં 3-6 મહિના સુધી રહેશે, જ્યારે લેન્ડર-રોવર 23 ઓગસ્ટે સાંજે 5:47 વાગ્યે ચંદ્રની સપાટી પર ઊતરશે. અહીં એ 14 દિવસ સુધી પાણીની શોધ સહિત અન્ય પ્રયોગો કરશે. અગાઉ SROએ 17 ઓગસ્ટે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યૂલને બપોરે 1:15 વાગ્યે લેન્ડર અને રોવરથી અલગ કરી દીધું હતું. અલગ થયા પછી લેન્ડર મોડ્યૂલે પ્રોપલ્શન મોડ્યૂલને કહ્યું - 'થેક્સ ફોર ધ રાઈડ મેટ'.આ દરમિયાન લેન્ડર પર લગાવેલા કેમેરાએ પ્રોપલ્શન મોડ્યુલના ફોટો સાથે ચંદ્રની તસવીરો લીધી હતી.