/connect-gujarat/media/post_banners/dd02e9b7eed52461ab28588625a41ddb5051725bab191e7c7474b1f596664d0f.webp)
ISRO આજે એટલે કે 17 ઓગસ્ટે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલને લેન્ડર અને રોવરથી અલગ કરશે. હવે પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરવા માટે પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં 3-6 મહિના સુધી રહેશે જ્યારે લેન્ડર-રોવર 23 ઓગસ્ટે સાંજે 5:47 વાગ્યે ચંદ્રની સપાટી પર ઉતરશે. અહીં તે14 દિવસ સુધી પાણીની શોધ સહિત અન્ય પ્રયોગો કરશે. અત્યારે ચંદ્રયાન એક ગોળાકાર ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે જેમાં ચંદ્રથી તેનું લઘુત્તમ અંતર 153 કિમી અને મહત્તમ અંતર 163 કિમી છે. ઈસરોના વૈજ્ઞાનિકોએ 16 ઓગસ્ટના રોજ સવારે લગભગ 8:30 વાગ્યે થોડા સમય માટે યાનના થ્રસ્ટરને ફાયર કર્યુ હતુ. આ પછી ચંદ્રયાન લગભગ 153 કિમી X 163 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં આવી ગયું હતું. અગાઉ તે 150 કિમી x 177 કિમીની ઓર્બિટમાં હતું.