છત્તીસગઢ : જોરાતરાઈ ગામમાં વીજળી પડવાથી ચાર બાળકો સહિત આઠ લોકોના મોત

Featured | દેશ | સમાચાર, છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના જોરાતરાઈ ગામમાં વીજળી પડવાથી ચાર બાળકો સહિત આઠ લોકોના મોત થયા છે.તમામ લોકો પાનની દુકાન પાસેના કમ્પાઉન્ડમાં રોકાયા

New Update
chatishgadh

છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના જોરાતરાઈ ગામમાં વીજળી પડવાથી ચાર બાળકો સહિત આઠ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ તમામ લોકો પાનની દુકાન પાસેના કમ્પાઉન્ડમાં રોકાયા હતા. આ દરમિયાન જોરદાર કડાકા સાથે વીજળી પડી અને ત્યાં હાજર 4 બાળકો અને અન્ય લોકો તેની ઝપેટમાં આવી ગયા. જેના કારણે તેમના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

માહિતી મળ્યા બાદ કલેક્ટર, એસપી અને જિલ્લા શિક્ષણાધિકારી પણ ઘટનાસ્થળે રવાના થયા હતા. આ ઘટનામાં એક વ્યક્તિ દાઝી ગયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. માહિતી મળતાં જ આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.  

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વીજળી પડવાથી 8 લોકોના મોત થયા છે. કેટલાક શાળાના બાળકો પણ તેનાથી પ્રભાવિત થયા અને તેમણે જીવ પણ ગુમાવ્યો છે. એક વ્યક્તિ ઘાયલ છે. હાલ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 

 

Latest Stories