છત્તીસગઢ સરકારે રાજ્યનું બજેટ કર્યું રજૂ , સામાન્ય લોકોને આપી મોટી રાહત, પેટ્રોલના ભાવમાં ઘટાડવાની કરી જાહેરાત

છત્તીસગઢ સરકારે સોમવારે રાજ્યનું બજેટ રજૂ કર્યું છે. રાજ્ય સરકારે 1.65 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં સરકારે સામાન્ય લોકોને પણ મોટી રાહત આપી છે. બજેટમાં પેટ્રોલના ભાવ ઘટાડવાની જાહેરાત કરવામાં

New Update
baget a

છત્તીસગઢ સરકારે સોમવારે રાજ્યનું બજેટ રજૂ કર્યું છે. રાજ્ય સરકારે 1.65 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં સરકારે સામાન્ય લોકોને પણ મોટી રાહત આપી છે. બજેટમાં પેટ્રોલના ભાવ ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી ઓપી ચૌધરીએ કહ્યું કે રાજ્યમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 1 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વિષ્ણુદેવ સાંઈની સરકારમાં ઓપી ચૌધરીએ રજૂ કરેલા બજેટમાં ઘણી જાહેરાતો કરવામાં આવી છે. બજેટમાં કેપેક્સ માટે રૂ. 26,341 કરોડ ફાળવવામાં આવ્યા છે. જે ગયા વર્ષની સરખામણીમાં 18 ટકા વધુ છે. સરકારે આદિવાસી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે 221 કરોડ રૂપિયાનું ફંડ ફાળવ્યું છે.

Advertisment

છત્તીસગઢમાં પેટ્રોલની કિંમત

હાલમાં છત્તીસગઢના લગભગ તમામ શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરથી વધુના ભાવે વેચાઈ રહ્યું છે. રાયપુરમાં પેટ્રોલની કિંમત 100.45 રૂપિયા પ્રતિ લીટર છે. રાજનાંદગાંવમાં પેટ્રોલની કિંમત 100.85 રૂપિયા પ્રતિ લીટર છે. આ સિવાય બસ્તરમાં પેટ્રોલની કિંમત 102.11 રૂપિયા પ્રતિ લીટર, બાલોદબજારમાં 101.18 રૂપિયા પ્રતિ લીટર, બીજાપુરમાં 101.25 રૂપિયા પ્રતિ લીટર, દંતેવાડામાં 102.09 રૂપિયા પ્રતિ લીટર,ઘમતરીમાં 100.77 રૂપિયા પ્રતિ લીટર, દુર્ગમાં 100.80 રૂપિયા પ્રતિ લીટર છે અને જશપુરમાં 101.93 રુપિયા પ્રતિ લિટર છે. બજેટમાં નવી જાહેરાત બાદ પેટ્રોલનો ભાવ 1 રુપિયા પ્રતિ લીટર ઘટાડો થશે. આનાથી ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાથી નીચે આવી જશે.

Advertisment
Latest Stories