Connect Gujarat
દેશ

મુંબઈ એરપોર્ટ પરથી CISFએ વિદેશી ચલણની વસુલાત મામલે બે લોકોની કરી ધરપકડ

સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ એ શુક્રવારે મુંબઈ એરપોર્ટ પરથી ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીના કર્મચારી અને દુબઈ જતી ફ્લાઈટના પેસેન્જરની ધરપકડ કરી હતી.

મુંબઈ એરપોર્ટ પરથી CISFએ વિદેશી ચલણની વસુલાત મામલે બે લોકોની કરી ધરપકડ
X

સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ એ શુક્રવારે મુંબઈ એરપોર્ટ પરથી ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીના કર્મચારી અને દુબઈ જતી ફ્લાઈટના પેસેન્જરની ધરપકડ કરી હતી. આ મામલે CISFના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, બંનેની 45 લાખ રૂપિયાના યુએસ ડોલરની વસૂલાતના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યુ હતુ કે, આ રકમ દુબઈ જતા એક મુસાફરને આપવાની હતી. જોકે, આ મુસાફરે આ કેસમાં પોતાની સંડોવણીનો ઈન્કાર કર્યો છે.AviExpert ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીના રિતેશ પારકરને સુરક્ષા કર્મચારીઓએ ટર્મિનલ-2 પરથી રંગેહાથે પકડ્યો હતો અને તેના કબજામાંથી 60,000 ડોલર રિકવર કરવામાં આવ્યા હતા. અધિકારીએ વધુ ઉમેર્યું હતુ કે, કર્મચારી પાસે એરપોર્ટ એન્ટ્રી પાસ હતો. તપાસ દરમિયાન તેના કપડા અને મોજામાંથી આ ડોલર મળી આવ્યા હતા.

Next Story