Connect Gujarat
દેશ

હિમાચલમાં કોંગ્રેસનો ખેલ થઈ ગયો! રાજ્ય સભાની ચૂંટણીમાં 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરતા સરકારના પતનના ભણકારા !

હિમાચલમાં કોંગ્રેસનો ખેલ થઈ ગયો! રાજ્ય સભાની ચૂંટણીમાં 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરતા સરકારના પતનના ભણકારા !
X

હિમાચલ રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે એક મોટો ઉલટફેર કરી દીધો છે. કોંગ્રેસના 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી દેતાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનની આસાનીથી જીત થઈ હતી.

40 ધારાસભ્યો ધરાવતી કોંગ્રેસને 36 વોટ મળ્યાં હતા. કોંગ્રેસ ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીનો પરાજય થયો હતો.કોંગ્રેસના 6 ઉમેદવારોની ઉપરાંત,3 અપક્ષ ધારાસભ્યોએ પણ ભાજપ તરફી વોટિંગ કર્યું હતું. આ રીતે કોંગ્રેસનો ખેલ પડી ગયો હતો. કોંગ્રેસની સુક્ખુ સરકારના પતનની ચર્ચા શરુ થઈ છે. સીએમ સુક્ખુએ એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપે અમારા ધારાસભ્યોનું અપહરણ કર્યું છે. તો સામે પૂર્વ સીએમ અને ભાજપ નેતા જયરામ ઠાકુરે સુક્ખુ સરકારના રાજીનામાની માગ કરી છે.

Next Story