કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વાયનાડથી લોકસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના નામાંકન બાદ વાયનાડમાં કોંગ્રેસ કાર્યકર્તાઓમાં અલગ ઉત્સાહ જોવા મળ્યો હતો,અને પ્રિયંકાની ઉમેદવારી અંગે ખુશી વ્યક્ત કરી

Priyanka Gandhi File Nomination
New Update

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ દરમિયાન તેમની સાથે સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા. ઉમેદવારી નોંધાવ્યા બાદ તે રોડ-શો કર્યો હતો અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતુ.કોંગ્રેસે વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે પ્રિયંકા ગાંધી વાડ્રાને મેદાનમાં ઉતાર્યા છેત્યારે ભાજપે નવ્યા હરિદાસને પોતાના ઉમેદવાર બનાવ્યો છે.

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના નામાંકન બાદ વાયનાડમાં કોંગ્રેસ કાર્યકર્તાઓમાં અલગ ઉત્સાહ જોવા મળ્યો હતો,અને પ્રિયંકાની ઉમેદવારી અંગે ખુશી વ્યક્ત કરી હતી.

જ્યારે બીજી તરફ ભાજપના ઉમેદવાર નવ્યા હરિદાસે વાયનાડ લોકસભા પેટાચૂંટણીને લઈને મીડિયા સાથે વાત કરી હતી. તેણીએ કહ્યું, મારા પ્રતિસ્પર્ધી પ્રિયંકા ગાંધી છે. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે વાયનાડમાં કોંગ્રેસને સખત પડકારનો સામનો કરવો પડશે.

રાયબરેલી બેઠક જાળવી રાખવા માટે રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડી દીધી હતી. જ્યારે વાયનાડના લોકો ભૂસ્ખલનનો ભોગ બન્યા હતા. સામનો કરવો પડ્યો, આ મુદ્દાઓ ઉઠાવવા માટે તેમની પાસે સંસદમાં કોઈ પ્રતિનિધિ નથી.

#Loksabha Election #લોકસભા #લોકસભાની ચૂંટણી #Priyanka Gandhi #પેટા ચૂંટણી #લોકસભા ચૂંટણી 2024 #વાયનાડ #Waynad Loksabha Election
Here are a few more articles:
Read the Next Article