Connect Gujarat
દેશ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિના કેસમાં આજે સુરતની કોર્ટમાં થશે હાજર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિના કેસમાં આજે સુરતની કોર્ટમાં થશે હાજર
X

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2019માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં આજે સુરતની કોર્ટમાં હાજર થશે. પક્ષના નેતાઓએ ગઈકાલે કહ્યું કે કોર્ટ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવે તેવી સંભાવના છે. આ મામલો મોદી અટક અંગેની ટિપ્પણી સાથે સંબંધિત છે. આજે ચુકાદાને લઈ 10 વાગ્યા બાદ વકીલો સિવાય કોઈને પણ કોર્ટમાં એન્ટ્રી નહી મળે. જેતી વકીલો, પક્ષકારોની પોલીસ સાથે ઘર્ષણ થવાની સંભાવના છે.

આ કેસની વિગત એવી છે કે વર્ષ 2019 લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેંગ્લોર રાજ્યના કલ્લારૂ ખાતે પોતાના ભાષણમાં તમામ મોદી અટકવાળા લોકો ચોર હોવાની વિવાદીત ટિપ્પણી કરી હતી. જેને લઈ ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે. આ કેસનો આજે ચુકાદો આવી શકે છે.

Next Story