કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર,ભાજપના નેતાઓ પર લગામ લગાવવા કરી માંગ

Featured | દેશ | સમાચાર,કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 74મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ખડગેએ PMને પત્ર પણ લખ્યો છે,

New Update
khadage

કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 74મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ખડગેએ PMને પત્ર પણ લખ્યો છે, જેમાં રાહુલ ગાંધી વિરુદ્ધ નફરતભર્યા ભાષણ પર ચિંતા વ્યક્ત કરી છે.

ખડગેએ કહ્યું- 'ભાજપ અને સહયોગી પક્ષોના નેતાઓ દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ ખૂબ જ વાંધાજનક અને હિંસક ભાષાનો સતત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આપને વિનંતી છે કે આવા નેતાઓ પર લગામ લગાવો.'હકીકતમાં ગયા અઠવાડિયે ભાજપના એક નેતા, એક કેન્દ્રીય મંત્રી અને શિવસેનાના એક ધારાસભ્યએ રાહુલ ગાંધી વિરુદ્ધ નિવેદનો આપ્યાં હતાં. એને રાજકીય પતન ગણાવીને ખડગેએ PM પાસે કડક કાર્યવાહીની માગ કરી છે.

Latest Stories